નવી દિલ્હી: દેશ અને દુનિયામાં કોરોના વાયરસ સંકટ હજુ પણ છવાયેલું છે. ભારતમાં તહેવારોની સીઝન છે આવામાં સતર્કતા વધી છે. સમગ્ર દેશમાં રોજેરોજ આવતા કેસમાં ભલે છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ દિલ્હી સહિત એવા કેટલાક રાજ્યો છે જ્યાં કોરોનાએ ચિંતા વધારી છે. લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45,230 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 82,29,313 થઈ છે. જેમાંથી 5,61,908 લોકો હજુ પણ સારવાર હેઠળ છે, જ્યારે  75,44,798 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 496 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,22,607 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LAC પર તણાવ વચ્ચે આ મહિને 3 વાર PM મોદી અને શી જિનપિંગ થશે 'આમને સામને'


કાર્ટૂન વિવાદ: Charlie Hebdo મેગેઝીન પર રશિયાએ આપ્યું મોટું નિવેદન


કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક
દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. આવા જ કેટલાક રાજ્યો વિશે આજે કેન્દ્ર સરકારે મહત્વની બેઠક યોજી છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોની તાજા સ્થિતિ અને આવનારા દિવસો પર તૈયારી વિશે મનોમંથન કરવામાં આવશે. આ બેઠક કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના નેતૃત્વમાં થશે. જેમાં રાજ્યોને હાલની સ્થિતિ વિશે પૂછવામાં આવશે. 


કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી, બ્રિટનમાં ગુરુવારથી એક મહિના માટે Lockdown-2!


બજારોની સ્થિતિ ડરામણી 
તહેવારોની સીઝનમાં સતત કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે એક્સપર્ટ્સનું માનવું છે કે જો સતર્કતા ન રાખવામાં આવી તો આ સંખ્યા વધી શકે છે. છેલ્લા કેટલાક દિવસમાં દિલ્હીના બજારોની જે સ્થિતિ સામે આવી છે તે ડરામણી છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો બજારોમાં ફરી રહ્યા છે. આ દરમિયાન નિયમોનો પણ છડેચોક ભંગ થઈ રહ્યો છે. 


‘Baba Ka Dhaba’ના માલિકે youtuber વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો


મહારાષ્ટ્ર, કેરળમાં પણ કોરોનાની સ્થિતિ કરાવી રહી છે ચિંતા
બીજી બાજુ મહારાષ્ટ્ર, કેરળમાં પણ આવી જ સ્થિતિ છે. મુંબઈમાં લોકલ ટ્રેન હવે શરૂ થવાને આરે છે. સતત લોકો બહાર નીકળી રહ્યા છે. આવામાં બીએમસીએ તે માટે મોટી તૈયારી કરી છે. બીએમસી તરફથી દરેક વોર્ડમાં કોવિડ ટેસ્ટ ક્લિનિક બનાવવામાં આવશે. જ્યાં મફત ટેસ્ટ થશે. તહેવારની સીઝન હોવાથી મુંબઈમાં ટેસ્ટિંગ પર વધુ ભાર મૂકાઈ રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube